પેટલાદ : કોરોના મહામારી ને લઈ હાજી અલી હૈદરશાહ વારસી બાવા નો ઉર્ષ શરીફ મોકૂફ રાખવામાં આવેલ છે

આણંદ જીલ્લા ના પેટલાદ ખાતે આવેલ કોમી એકતા ની મિસાલ અને સૂફી, શ્રદ્ધા, અને સેવા નો અનોખો સંગમ અને સિલસીલા-એ-વારિસે પાક એવા હાજી અલી હૈદરશાહ વારસી બાવા નો મઝાર આવેલો છે અને ત્યાં પીરો મુરશીદ હાજી સિદ્દીક અલીશાહ વારસી બાવા તરફ થી દર વર્ષે હાજી અલી હૈદર શાહ વારસી બાવા નો ઉર્ષ ખુબ જ મોટી શાનો સૌકત અને હિન્દૂ મુસ્લિમ ની કોમી એકતા અને ભાઇચારા થી ઉજવાય છે પણ આ વખતે અંગ્રેજી તા. 11/6/2020 ગુરુવાર, મુસ્લિમ માંહે સવ્વાલ ચાંદ 18,ના રોજ ઉજવાનાર ઉર્સ કોરોના મહામારી અને લોકડાઉન ના હિસાબે કાયદો વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સર ઉર્સ મોકૂફ રાખેલ છે તો દરેક જ્ઞાતિ ના પીર ભાઈઓ બહેનો.મુરીદો અને કોમી આસ્થા ધરાવનાર દરેક આસ્થાળું ભાઈઓ અને બિરાદરો ને હાજી સિદ્દીક અલીશાહ વારસી બાવા એક યાદી માં જણાવે છે અને વારસી સિલસીલા માં આસ્થા ધરાવનાર તમામ ભાઈઓ બહેનો આ વખતે ઉર્ષ મોકૂફ રખાયો છે ત્યારે પોત પોતાના ઘરે સાવચેતી,સલામતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી ને દુઆ, દરૂદ,કુરાન ખ્વાની કે નજરો નિયાઝ કરી શકે છે જેની સૌ એ નોંધ લેવી એવી લાગણી સાથે હાજી સિદ્દીકઅલી શાહ વારસી બાવા તેમજ મુન્ના ભાઈ વારસી ના યા વારીશ અને દુઆ સલામ