બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ઉર્જા મંત્રીશ્રીના હસ્તે નર્મદાના નીરના વધામણા

ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે બોટાદ જિલ્લાના કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત જળપૂજન કરી માં નર્મદાના નીરના વધામણા કર્યા હતાં.આ તળાવ ભરવાથી બોટાદ શહેરના જમીનતળમાં પાણીનું રીચાર્જ થતા આજુબાજુના ખેતરોના કુવા-બોરમાં પાણીની તેમજ બોટાદ શહેરના લોકોને પાણીની તંગી દૂર થશે.આ કાર્યક્રમ પ્રસંગે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી જેસીંગભાઇ લકુમ, ચીફ ઓફીસરશ્રી, અગ્રણી સર્વશ્રી હકાભાઈ, ચંદુભાઇ સાવલીયા, ઉપસ્થિત રહયા હતાં.રિપોર્ટ. ઉમેશ ગોરાહવા