કચ્છના વિવિધ ધાર્મિક સ્થળો દર્શન માટે ખુલશે

કચ્છમાં વિવિધ ધાર્મિક સ્થળોના દ્વારા સોમવારથી દર્શનાર્થી ખુલશે સરકારે આપેલી છુટ મુજબ કચ્છમાં પણ ધાર્મિક સ્થળો દ્વારા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કચ્છમાં આવેલા માતાનામઢ આશાપુરા મંદિર, નારાયણ સરોવર ત્રિવિક્રમરાય મંદિર, કોટેશ્વર કોટેશ્વર મહાદેવ મંદિર, સરહદે આવેલો કાળો ડુંગર દત્ત મંદિર, દેશલપરમા લક્ષ્મીનારાયણ અને ઉમિયા માતાજીના મંદિરો ભુજનું આશાપુરા મંદિર સરકારી નીતિ-નિયમો મુજબ ખુલ્લા મુકાશેઆ ધાર્મિક સ્થળોએ ભાવિકોની ભીડ ન થાય તે માટે પણ પુરતુ ધ્યાન આપવામાં આવશે સાથે ચુસ્તપણે માસ્ક અને સેનેટારાઈઝરનો ઉપયોગ તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવા માટેની પણ તકેદારી રાખવામાં આવી છે આમ લાંબા સમય સુધી બંધ રહેલા કચ્છના ધાર્મિક સ્થળો હવે ભક્તો માટે ખુલશે અને દર્શનનો લાભ લઈ શકશે