પગપાળા જઈ રહેલ આધેડને બાઈક ચાલકે હડફેટે લેતા મોત
copy image

પગપાળા જઈ રહેલ આધેડને બાઈક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જ્યાનો બનાવ મુન્દ્રા પોલીસ મથકના ચોપડે ચડ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મોટા કપાયામાં રહેતો અપરિણીત નરેન્દ્રકુમારના માતા-પિતા અને ભાઈ પણ મૃત્યુ પામ્યા છે. હતભાગી ગત તા. 22/10ના રાતના સમયે પગપાળા જમવાનું પાર્સલ લેવા જઈ રહ્યો હતો તે સમયે મોટા કપાયથી ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપ નજીક બાઈક ચાલકે તેને અડફેટે લેતાં માથાંમાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મુંદ્રા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.