ભિલોડા ના રાયસિંગપુર ના 32 વર્ષીય યુવકે પોતાના ઘરે ફાસો ખાઈ જીવન ટુકાવ્ય


ભિલોડા તાલુકાના રાયસિંગપુર ના 32 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ રાયસિંગપુર ના અલ્પેશકુમાર કોટવાલ (ઉ.વ.32 )એ રાત્રીના સમયે પોતાના ઘરમાં સુતા હતા ત્યારે અચાનક કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ લીધો હતો. સવારમા છ વાગ્યે ઉઠેલી અને અમારા ઘરનો દરવાજો ખોલવા જતા અંદરથી બંધ હતો અને ઘરના સભ્યોએ નજીકમાં થી કોટવાળ પ્રકાશભાઇ મરતાભાઇ ને બોલાવેલા અને અમે ઘર ઉપર ચઢી નળીયા ખસેડી અંદર જોતા અલ્પેશકુમાર કોટવાલ લાકડાના ડોડીયા સાથે પંખો લગાડવા માટે લોખંડના સળિયાનો આંકડો લગાડેલ હતો તે આંકડા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુકાવ્યું હતું. બનાવ અંગે ભિલોડા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.