અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામના યુવાન પર વુક્ષ પડતાં તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજુલા હોસ્પિટલમાં દાખલ કરાયો

વાવેરા થી રાજુલા જઈ રહેલ વાવેરા નો યુવાન અલ્પેશ રાઘવભાઇ ગજેરા તેમના ઉપર રસ્તામાં વૃક્ષ ની ડાળ પડતાં ઘાયલ… તાત્કાલિક ૧૦૮ને બોલાવતા રાજુલા સીવિલ હોસ્પિટલમાં સારવાર આપી મહુવા રીફર કરેલ..ચોમાસામાં આવી રીતે રાજુલા વાવેરા રોડ ઉપર રસ્તા માં વૃક્ષો અવારનવાર પડતા હોય છે અને ઘણીવાર તો રસ્તો બ્લોક પણ થઈ જાય છે .આમ ને આમ ચાલતું રહેશે તો જાનહાની થતાં વાર નહીં લાગે આ જાનહાની ની જવાબદાર કોણ? તંત્રની ઘોર બેદરકારી કોઈનો જીવ લેશે કે પછી જીવ લીધા પછી હરકતમાં આવશે તો જેમ બને તેમ વહેલાસર મોટી ડાળો અને નડતા વૃક્ષો હટાવવા આજુબાજુના વિસ્તાર ના લોકો ની માંગ..રીપોર્ટ : આદીલખાન પઠાણ અમરેલી