એકસપાયર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી, પરમિટની વેલીડીટી ૩૦ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી

કોરોના મહામારી દરમિયાન એકસપાયર્ડ થઇ ચૂકેલા ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી, પરમિટ કે અન્ય સંબંધિત દસ્તાવેજ પર ૩૦ સપ્ટેમ્બર સુધી પોલીસ કોઇ કાર્યવાહી નહીં કરે. કેન્દ્રીય પરિવહન અને હાઇવે મંત્રી નિતિન ગડકરીએ મોટર વ્હીકલ ડોકયુમેન્ટસની વેલિડિટી વધારવાની જાહેરાત કરતા ૩૦ સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે તમામ રાયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાયઝરી આપી છે.આ પહેલા લોકડાઉનને લીધે ૩૦ માર્ચે મંત્રાલયે તમામ રાયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાયઝરી જારી કરતા ફિટનેસ પરમિટ, ડ્રાઇવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન અને અન્ય કોઇપણ પ્રકારના સંબંધિત ડોકયુમેન્ટસ માટે લંબાવવાની ભલામણ કરી હતી. એ સમયે થયેલા ડોકયુમેન્ટની વેલિડિટી ૩૦ જૂન સુધી વધારી દીધી હતી.મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે કોરોના મહામારી જેવા સંકટને ધ્યાનમાં રાખી મંત્રી નિતિન ગડકરીએ ૩૦ સપ્ટેમ્બર સુધી વધારવાના નિર્દેશ આપ્યા છે. રાયો માટે જારી એડવાયઝરીમાં રાયોને ફીસ, ટેકસ, રીન્યુઅલ, પેનલ્ટી વગેરે પર છૂટ પર વિચાર કરવા જણાવાયુ છે. સરકારના આ નિર્ણયથી એ લોકોને રાહત મળશે જેમના ડોકયુમેન્ટની વેલિડિટી ખતમ થઇ ચૂકી છે