માતૃભાષા ગુજરાતીમાં એક લાખ વિધાર્થીઓ નાપાસ: ઓએમઆર બધં થતા પાણી મપાઈ ગયું

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા માર્ચ–૨૦૨૦માં લેવાયેલી પરીક્ષાના પરિણામોએ શિક્ષણ જગતના માંધાતાઓની ઉંઘ ઉડાડી દીધી છે. અત્યાર સુધી ઓએમઆર પધ્ધતિના પરિણામો ખૂબજ ઉંચા આવતા હતા પરંતુ ગત પરીક્ષાથી ઓએમઆર પધ્ધતિ બધં કરવામાં આવતા શિક્ષણ બોર્ડના પરિણામોમાં મોટી અસર જોવા મળી છે.ધો.૧૦માં ઓએનઆર પધ્ધતિ બધં થયા પછી શરૂ થયેલા પરિણામો શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તા, શિક્ષણ પધ્ધતિ તેમજ શૈક્ષણિક વ્યવસાયની બાબતમાં સરકાર દ્રારા લેવાય રહેલા પગલાંનું પ્રતિબીંબ માનવામાં આવે છે.આ પરિણામોની સામાન્ય સમીક્ષા એવી થઈ છે કે, ગત વર્ષની સરખામણીએ ૬ ટકા પરિણામ નીચુ ૧૦૦ ટકા પરિણામ લાવતી શાળાની સંખ્યામાં ૭૫નો ઘટાડો જયારે ૩૦ ટકાથી નીચુ પરિણામ લાવતી શાળામાં ૮૪૪નો વધારો થયો છે. જયારે શૂન્ય પરિણામ લાવતી શાળાની સંખ્યા ૧૧૧ જેટલી વધી જવા પામી છે.વિધાર્થીના આવેલા પરિણામને લઈ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધ્યક્ષ એ.જે.શાહના જણાવ્યાનુસાર વિધાર્થીઓએ પરીક્ષામાં લખ્યું ન હોય કે પચી ભાષામાં કાચા હોય ઉપરાંત અત્યાર સુધી પરીક્ષામાં ૫૦ ટકા ઓએમઆર સીટ અમલી હતી જે ગયા વર્ષથી કાઢી નાખવામાં આવી છે જેની અસર પરિણામમાં જોવા મળી છે.દસમા ધોરણમાં ગુજરાતી પ્રથમ ભાષા વિષય તરીકે હોય તેવા ૭,૦૨,૬૦૦ વિધાર્થી નોંધાયા હતા તેમાંથી ૬,૯૧,૬૯૩ વિધાર્થી પરીક્ષામાં બેઠા હતા. આ પરીક્ષાર્થીમાં ૫,૯૧,૩૪૫ વિધાર્થી ઉત્તીર્ણ થયા અને ૧૦૦૩૪૮ વિધાર્થી ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે.કમનસીબી એવી છે કે ગુજરાત સરકાર માતૃભાષા માટે સતત અભિયાન ચલાવી રહી છે ત્યારે વિધાર્થીઓ આટલી મોટી સંખ્યામાં નાપાસ થાય તે આત્મચિંતન માગી લ્યે તેવો વિષય છે.