સુરત પછી વડાલી તાલુકામાં વેવાઈ-વેવાણના બીજા પ્રેમપ્રકરણનો બનાવ, ઘરેથી ભાગી જતા ચકચાર પામી

વડાલીના થેરાસણામાં કોરોનાના કારણે લોકડાઉન સમયે વેવાઈ-વેવાણ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તેઓ ર દિવસ પહેલા ભાગી ગયા હતા.ત્યાર બાદ ખેડબ્રહ્માના દીધીયા ગામના સીમાડામાં ઝાડ ઉપરથી બંન્નેનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો.નોંધનીય છે કે હજુ થોડા દિવસો પહેલા જ સુરતનાં વેવાઈ વેવાણનું પ્રેમ પ્રકરણ બહાર આવતા ભારે ચકચાર જાગી હતી. ગુજરાતમાં ફરીથી વેવાઈ વેવાણનાં પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે.વડાલી તાલુકાના થેરાસણાના જ્યંતિ મોહનભાઈ ઠાકરડાને તેમની વેવાણ જાગૃતિબેન કચરાભાઈ ઠાકરડા સાથે આંખો મળી ગઈ હતી અને પ્રેમ સબંધ બંધાયો હતો.થોડો વખતમાં વેવાઈ-વેવાણે પોતાના સંતાનોના લગ્ન જીવનની પરવા કર્યા વગર એક દુજે કે લીયેની જેમ સાથે રહેવાના કોલ આપી દીધા હતા.પરંતુ થેરાસણામાં રહેવું મુશ્કેલ જણાતાં વેવાઈ અને વેવાણ રફુચક્કર થઈ ગયા. વડાલીના થેરાસણા પંથકમાં વેવાઈ-વેવાણ ભાગી ગયાની ગપસપથી યુવાનોથી માંડી વૃદ્ધોમાં ઉત્તેજના જગાવી હતી દરમિયાનમાં ખેડબ્રહ્માના દીધીયાના સીમાડામાં ઝાડ ઉપર મહિલા-પુરૂષનો મૃતદેહ લટકતો હોવાની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસ ત્યાં પહોંચી હતી. જ્યાં સાડીને ફાંસો બનાવીને વેવાઈ-વેવાણે લટકી જઈને આત્મહત્યા કર્યાનું જોવા મળ્યું હતુ.આથી પોલીસે તાબડતોબ મૃતકોના સબંધીઓને બોલાવીને પંચનામું કરી ઝાડ ઉપરથી બન્નેના મૃતદેહોને નીચે ઉતારાયા હતા. વેવાઈ-વેવાણને જીવવું મુશ્કેલ લાગતાં અંતિમ પગલું ભર્યું છે કે પછી કોઈએ મોતને ઘાટ ઉતારીને આત્મહત્યામાં ખપાવવાનો કારસો રચ્યો છે ? મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્માની રેફરલ હોસ્પિટલમાં મોકલાયા છે.