મેઘપર-કું. માંથી 394 બોટલ શરાબનો જથ્થો ઝડપાયો

અંજાર:અંજારના મેઘપર-કું.માં રહેણાંકના મકાનમાં અંજાર પોલીસે 394 બોટલ શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ આ દરોડામાં આરોપી હાજર મળ્યો ન હતો. અંજાર તાલુકાના મેઘપર-કુંમાં આવેલ શ્યામ નગરના મકાન નં. 58માં રહેતા પ્રફુલ કાનજી ચાવડા પોતાના રહેણાંકના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે અંજાર પોલોસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમ્યાન અંજાર પોલોસને ભારતીય બનાવટનો જુદી જુદી બ્રાન્ડનો રૂ. 1,37,900ની કિંમતનો 394 બોટલ અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા સમયે આરોપી હાજર મળ્યો ન હોવાથી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.