ધાનેરા શહેરમાં શહેરી ફેરીયાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા

ધાનેરા શહેરમાં દિન દયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન(DAY-NULM)ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત ધાનેરા નગરપાલિકા વિસ્તારના ફેરીયાઓને પ્રમાણપત્ર તેમજ શહેરી ફેરી સહાય માર્ગદર્શિકા આપવાનો કાર્યક્રમ ચાલુ કરેલ છે જે અંતર્ગત જે પણ ફેરીયાઓને આવા પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે તેઓએ નાના બાળકોને નોકરીએ રાખવા નહી,લારીની આજુબાજુમાં ચોખ્ખાઈ અને સ્વસ્થતા રાખવી,રોડ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એ માટે “ધી સ્ટ્રીટ વેન્ડર એકટ,રૂલ્સ અને સ્કિમની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે,આ પ્રમાણપત્ર આપવાની સમગ્ર કામગીરીનું સંચાલન કરતા ધાનેરા નગરપાલિકાના કર્મચારી દાંનાભાઈ વાઘેલા અને દિલીપભાઈ એ જણાવ્યું હતું કે,જો કોઈપણ ફેરીયા દ્વારા ગેર રજુઆત કે ઠગાઈથી પ્રમાણપત્ર મેળવેલ હશે તો તેવા પ્રમાણપત્ર રદ કે સ્થગિત કરવામાં આવશે અને તેવા ફેરીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે,ધાનેરામાં ફેરીયાઓને પ્રમાણપત્ર આપવામાં આવતાં તમામ ગરીબવર્ગના ફેરીયાઓમાં ખુશી જોવા મળી રહી છે મુકેશ સુથાર ધાનેરા