કોરોના મહામારીના વાહનચેકીંગ દરમ્યાન બે ઈસમોને શકપડતા મોબાઈલ ફોન નંગ ૦૫ સાથે પકડી પાડતી બોરતળાવ પોલીસ

મ્હે. ડી.આઈ.જી.પી શ્રી અશોકકુમાર યાદવ, સાહેબનાઓએ ભાવનગર જિલ્લામાં ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપના બનાવો બનતા અટકાવવા તથા બનેલ બનાવો શોધી કાઢવા માટે સુચન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી શ્રી જયપાલસિંહ રાઠોડ સા. અને નાયબ પોલીસ અધીક્ષક. શ્રી ઠાકર સા, નાઓના માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશના પો.ઈન્સશ્રી કે.એમ.રાવલ સા. અને ઈન્વે મદદના માણસો હેડ કોન્સ ભૈરવદાન ગઢવી, ડી.કે.ચૌહાણ, હિરેનભાઈ સોલંકી, પો.કોન્સ હિરેનભાઈ મહેતા, કરણસિંહ ચૌહાણ, અતુલભાઈ કનુભાઈ, ધર્મદિપસિંહ જાડેજા, કુલદિપસિંહ કનકસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા બોરતળાવ બાલવાટીકા પાસે આવતા બે ઈસમો એકટીવા મો.સા સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા મજકૂર (૧) મિલન સોમનાથભાઈ રાઠોડ ઉવ. ૨૨ રહે. શિહોર દાદાની વાવ પાસે, મારવાડીનગર ની બાજુમાં, શાંતીનગર જિ. ભાવનગર તથા (૨) કરણ ઉર્ફે જમાલ હરેશભાઈ પડાયા/ અનુ.જાતી ઉવ. ૧૯ રહે. વરતેજ ઝાલાના પેટ્રોલ પંપ પાસે, તા.જી ભાવનગર વાળા હોવાનું જણાવેલ અને મજકૂરની અંગ ઝડતી કરતા અનુક્ર્મ નં ૧ પાસે થી વીવો કંપનીના મો.ફોન ૦૨, તથા રેડમી કંપનીનો મો.ફોન ૦૧ તથા અનુક્ર્મ નં ૦૨ પાસે થી વીવો કંપનીનો મો.ફોન ૦૧ તથા મોટોરોલા કંપનીનો મો.ફોન ૦૧ મળી કૂલ ૦૫ મોબાઈલ ફોન કિરુ. ૩૩,૦૦૦/- ની કિંમતના મળી આવતા મજકૂર બંન્ને ને આ મોબાઈલ ફોન બાબતે પુછતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં કે મોબાઈલ ફોનના કોઈ બિલ કે આધાર પુરાવા રજુ કરેલ નહીં. જેથી મોબાઈલ ફોન નં :- ૦૫ તથા એકટીવા ની સી.આર.પી.સી ૧૦૨ મુજબ તથા મજકૂર બંન્ને ને સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ ધોરણસર અટક કરેલ. બાદ મજકૂર બંન્ને આરોપીઓને પો.સ્ટે લાવી યુક્તિ પ્રયુક્તી પુર્વક પુછપરછ કરતા આજથી ત્રણેક મહીનાથી આજદિન સુધી બોરતળાવ કુમુંદવાડી માંથી એક મોબાઈલ ફોન તથા સહજાનંદ કોલેજ પાસે થી, વિરાણી સર્કલ પાસે થી તથા યુનિવર્સિટી કેમ્પસ માંથી અલગ અલગ વ્યકિતઓ પાસે થી ચીલઝડપ કરી લઈ લીધેલ હોવાનું જણાવતા હોય અને રેકર્ડ ઉપર ખરાઈ કરાવતા બોરતળાવ પો.સ્ટે ફ.ગુ.ર.નં ૮૦૮/૨૦૨૦ આઈ.પી.સી કલમ ૩૭૯ (એ,બી) તથા નિલમબાગ પો.સ્ટે ૧૦૦૫/૨૦૨૦ આઈ.પી.સી કલમ ૩૭૯ (એ) (૩) મુજબના ગુનાઓ રજિસ્ટર થયેલ હોવાનું જણાય આવેલ છે. આ કામે આગળની તપાસ હેડ કોન્સ આર.વી.ચુડાસમા ચલાવી રહેલ છે અને હજુ વધુ ગુનાઓ ડીટેક્ટ થવાની શક્યતા રહેલ છે.