આણંદના વાસણા ગામના ગુજરાતી યુવકનું અમેરિકામાં કોરોનાથી મોત: પરિવારમાં શોકની લાગણી

અમેરિકામાં કોરોનાનો આંકડો લાખોમાં પહોંચ્યા છે, જેમાં અનેક ભારતીયો સહિત ગુજરાતીઓ કોરોનાના સંક્રમણના ભરડામાં આવ્યા છે. કોરોના વાયરસની મહામારી હાલ વિશ્વના તમામ દેશોમાં કાળો કહેર વર્તાવી રહી છે. અમેરિકા સહિત કેટલાંયે દેશોમાં હજારો નહીં લાખોની સંખ્યામાં લોકો કોરોનાની બલિ ચઢી ચૂક્યા છે. ત્યારે વધુ એક ગુજરાતીનું અમેરિકામાં કરૂણ મોત થતા પરિવાર ઉંડા શોકમાં ગરકાવ થઈ ચૂક્યો છે. આણંદના વાસણા ગામના યુવકનું અમેરિકામાં કોરોનાથી મોત થયું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકામાં વધુ એક ગુજરાતીના મોતના સમાચાર મળી રહ્યા છે. આણંદના વાસણા ગામના યુવકનું અમેરિકામાં કોરોનાથી મોત થયું છે. આ કેસમાં જાણવા મળી રહ્યું છે કે આણંદના વાસણા ગામના યુવક વર્ષોથી અમેરિકા સ્થાયી થયો હતો. જે અચાનક કોરોના વાયરસના સંક્રમણમાં આવ્યો હતો, અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. અમેરિકામાં યુવકના મોતના સમાચાર મળતા જ આણંદમાં રહેતા પરિવારજનોમાં શોકની લાગ્ણી પ્રસરી ગઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આણંદના અનેક લોકોના અમેરિકામાં કોરોનાથી મોતના સમાચાર મળી ચૂક્યા છે. અગાઉ આણંદના અને છેલ્લા પાંચેક વર્ષથી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા યુવકનું કોરોનાના કારણે પેન્સિલવીનીયામાં મૃત્યુ થયું હતું. યુવકને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા હતા. પરંતુ તેમનું મૃત્યુ થતા યુવકના મૃત્યુથી આણંદમાં રહેતા તેમના પરિવારમાં શોક માહોલ જોવા મળ્યો છે.આ કેસમાં એવી માહિતી મળી હતી કે, આણંદના હેમેન્દ્રભાઈ પટેલ છેલ્લા 5 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકાના પેન્સિલવીનીયામાં સ્થાયી થયા હતા. એક અઠવાડિયા પહેલા અચાનક શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા હેમેન્દ્રભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર શરૂ કરી દેવાઈ હતી. જોકે તેમની હાલત વધુ ખરાબ થતા તેમને વેન્ટીલેટર પર મુકવામાં આવ્યાં હતા.