ચાની કીટલી વાળાએ 15 વર્ષીય નાની છોકરીને પ્રેમમાં ફસાવીને ભગાડી ગયો, પોલીસે ફિલ્મી ઢબે અટક કરી

661936af05dd64b05f20480e1560a975

અમદાવાદ: ઇસનપુરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવવું યુવકને ખૂબ ભારે પડ્યું છે. પોલીસે ફિલ્મી સ્ટાઇલે યુવાનનો પીછો કરીને ચાલુ ટ્રેનમાંથી જ પકડી પડ્યો હતો. પ્રેમમાં વિલન બનેલી પોલીસે કાયદાનું રક્ષણ કરીને સગીરાને તેના પરિવારને પરત સોંપી છે. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

ફોટોમાં દેખાતા આ યુવકનું નામ છે સંજય યાદવ. 30 વર્ષ ના સંજયને તેના કરતાં નાની ઉંમરની સગીરા સાથે પ્રેમ કરવો  ખૂબભારે પડ્યો છે. ઇસનપુર માં રહેતી 15 વર્ષ ની સગીરાને સંજયે પ્રેમજાળ માં ફસાવી અને 11 જૂન ના રોજ સગીરાને ભગાડીને લઈ ગયો હતો.

દીકરી લાપતા થતા પરિવાર ઇસનપુર પોલીસ મથક પહોંચ્યો હતો. પોલીસે સગીરા ની તપાસ કરતા સંજય યાદવ ભગાડીને લઈ ગયો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ફિલ્મી ઢબે સંજય યાદવને લખનઉથી ટ્રેનમાંથી ઝડપી લીધો હતો. અને સગીરાને સલામત છોડાવી ને પરિવાર ને સોંપી છે. પોલીસ પ્રેમ માં ભલે વિલન બની પણ કાયદાનું રક્ષણ કરીને હીરો સાબિત થઈ છે.

પોલીસનું કહેવું છે કે ઇસનપુર ચાર રસ્તા પર ચા ની કીટલી ચલાવતા સંજય યાદવએ સગીરાને વિશ્વાસ કેળવીને પ્રેમમાં ફસાવી હતી. વડોદરા થી સંજયએ ટીકીટ બુકિંગ કરી હતી.પોલીસે રેલવેમાં ટ્રેન નું રિઝર્વેશન ચેક કરતા ટ્રેન ની માહિતી મળી હતી. પરંતુ ટ્રેન તો ગુજરાત ની બહાર નીકળી ગઈ અને લોકેશન ટ્રેશ કરતા કાનપુર ટ્રેન ઉભી રહી હતી. ગુજરાત પોલીસે કાનપુર પોલીસનો સંપર્ક કરીને તપાસ કરી હતી. પરંતુ સમય ઓછો હતો અને રિઝર્વેશન સીટ પર કોઈ મળી આવ્યું નહતું. આરોપીને ટ્રેન માં જ પકડવા નું મિશન હતું. જેથી આગળ નું સ્ટેશન લખનઉ હતું.

આરોપી રિઝર્વેશન સીટ પર નહતો પરંતુ લોકેશન તો ટ્રેન નું જ હતું. જેથી લોકલ ડબ્બા માં હોવાની શકયતા વ્યક્ત કરી લખનઉ પોલીસ નો સંપર્ક કરી જનરલ કોચમાં તપાસ કરાવી હતી. પોલીસે લોકલ ડબ્બા માં તપાસ કરતા સંજય અને સગીરા મળી આવ્યા અને પોલીસ ને પણ આરોપીને પકડવા માં સફળતા મળી હોવાનું ઇસનપુર પોલીસસ્ટેશનના પીઆઇ કે બી સાંખલાએ જણાવ્યું હતું.
પ્રેમ માં પાગલ આરોપી સંજય એ સગીરા ને ભગાડીને ગુનો કર્યો અને જેની સજા તેને મળી છે અને પ્રેમ માં જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. ઇસનપુર પોલીસે આરોપી સંજય ની ધરપકડ કરીને પોકસો નો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત આરોપીની મદદ કરનાર વ્યક્તિ ની પણ તપાસ શરૂ કરી છે.