નકલી નોટો સાથે એક પ્રાથમિક શિક્ષકની અટક

ગોધરા, શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો પંચમહાલ જિલ્લાના પાવાગઢ થી સામે આવ્યો છે પાવાગઢ પોલીસે ડુપ્લીકેટ નોટો વટાવવા માટે આવેલા એક શિક્ષક ને નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો ગત તા.14 મેં ના રોજ પાવાગઢ પોલીસ નિયત નાકાબંધી માં હતી એ દરમ્યાન એક વેગેન-આર કાર શંકાસ્પદ લાગતા પોલીસે ગાડી ઉભી રખાવી પૂછપરછ અને તપાસ કરેલ જે દરમ્યાન પોલીસ ને વેગેન આર કાર ના ચાલાક પાસેથી કેટલીક ચલણી નોટો મળી આવેલ જે પ્રાથમિક દ્રષ્ટિ એ જ નકલી હોવાનું જણાતા પાવાગઢ પોલીસે વેગેન આર કાર ના ચાલક ને વધુ પૂછપરછ માટે પોલિસ સ્ટેશન ખાતે લઇ જવા માં આવ્યો હતો જ્યાં ડુપ્લીકેટ ચલણી નોટો સાથે પકડાયેલ  ઇસમેં ચોંકાવનારો ખુલાશો કર્યો હતો.પોલીસ ની પ્રાથમિક પૂછપરછ માં સામે આવ્યું હતું કે પકડાયેલ  ઈસમ નું નામ રામકિશન કનુભાઈ પટેલ છે અને તે મૂળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાઘવના મુવાડા ગામનો છે અને પોતે પંચમહાલ જિલાના શહેરા તાલુકાના કવાલી ગામની પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરઝ બજાવે છે.પોતે ડુપ્લીકેટ ચલણી નોટો છૂટક ખરીદી કરીને વટાવવા માટે પાવાગઢ આવ્યો હોવાની કબૂલાત પણ તેણે કરી હતી પોલીસે ઝડપાયેલા આરોપી શિક્ષક પાસે થી પાંચસો રૂપિયા ના દરની 2, બસોના દરની 50 અને 100 ના દરની 13 ડુપ્લીકેટ ચલણી નોટો જેની ભારતીય ચલણ પ્રમાણે રૂપિયા 12,300 ની નોટો કબ્જે કરી હતી.હાલ આ સમગ્ર મામલે પંચમહાલ એસઓજી પોલીસ દ્વારા સમગ્ર મામલા ની વધુ તપાસ કરવા માં આવનાર છે ત્યારે પ્રાથમિક પુછપરછ માં આરોપી દ્વારા લુણાવાડા ના મહેશ ભોઈ પાસે થી પોતે નકલી નોટો લીધી હોવા નો પણ ઘટસ્ફોટ કર્યો હતો.આરોપી શિક્ષક સામે ઇપીકો કલમ 489 (ખ) (ગ) મુજબ ગુનો નોંધી, વેગેન આર કાર સહીત રૂપિયા 1,01,000 ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કરી શિક્ષક ને સરકારી ક્વોરેન્ટાઇન માં મોકલવા આવ્યો છે.પોલીસે આરોપી ની પૂછપરછ ના આધારે આ નકલી નોટ કૌભાંડ માં અન્ય કોઈ ગેંગ સક્રિય છે કે નહિ અને આ નકલી ચલણી નાણું આવ્યું ક્યાંથી તે દિશા માં વધુ તપાસ હાથ ધરી છે