રાજ્યના 198 તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી

મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ખેડૂતો ખુશ ખુશાલ

રાજ્યમાં 14 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં 4.4 ઇંચ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધયો છે. અમદાવાદના ધંધુકામાં 4 ઇંચ, વલસાડના કપરાડામાં 3.3 ઇંચ અને સુરેન્દ્રનગરના લિંબડીમાં 3.1 ઇંચ વરસાદ ખાબક્યો છે.