પેટ્રોલ,ડીઝલ ના ભાવ વધારા ના વિરોધ માં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ નું આવેદનપત્ર

લોક ડાઉન ના સમય માં સહાય આપવાને બદલે પેટ્રોલ,ડીઝલ માં ભાવવધારો કરી,જનતા ની હાલત સુધરવાને બદલે વધુ પાયમાલ કરવાની નીતિ ના વિરોધ માં,પેટ્રોલ,ડીઝલ નો ભાવ ઘટાડવા માટે, આજ રોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાયકલ રેલી,ઘોડા ગાડી તેમજ પગપાળા નીકળીને કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર અાપવા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ વાઘાણી, વિપક્ષ નેતા શ્રી જયદીપસિંહ ગોહિલ, કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ બુધેલીયા, પ્રદેશ આગેવાન લાલભા ગોહિલ, પ્રદેશ આગેવાન જગદીશભાઈ જાજડી યા, કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ, રહીમભાઈ કુરેશી, એડવોકેટ સજીદભાઇ કાઝી, જયેશભાઈ ભટ્ટ ઇબ્રાહીમભાઇ સરવૈયા,મહેન્દ્રસિંહ ગોહિલ,વિક્રમભાઈ બોરીચા,રસુલભાઈ સૈયદ,ઋષિ સરવૈયા,નરેન્દ્રસિંહ ગોહિલ હાજર રહ્યા હતા.

એજાદ સેખ રીપોર્ટર કેમેરામેન અલી
આરબ ભાવનગર