સુરત શહેર કાપોદ્રા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૪૬/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯, ૪૧૧,૪૬૭,૪૬૮ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હારૂનભાઇ ઉર્ફે ગજની હાજીભાઇ સમા રહે.ઇન્દીરાનગર,મહુવા વાળો સફેદ કલરનો, કાળી ટીબકી વાળો શર્ટ અને બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરીને મહુવા, મંગલ મુર્તી સ્કુલ પાસે ઉભેલ છે. જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામઠામ પુછતા હારૂનભાઇ ઉર્ફે ગજની હાજીભાઇ સમા ઉ.વ.૩૩ ધંધો મજુરી રહે.ઇન્દીરાનગર રેલ્વે સીંગલ, મજીદ વાળા ખાંચામાં, મહુવા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૪૬/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯, ૪૧૧,૪૬૭,૪૬૮ મુજબનો ગુન્હો નોધાયેલ હોય, જેથી મજકુર ઇસમ સામે ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે. 


આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

એજાદ સેખ રીપોર્ટર ભાવનગર