અમદાવાદમા હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં મારમારી બાદ લૂંટનો પ્રયાસ

ગુજરાતમાં હવે ગુનાગોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જ જાય છે. એક પછી એક કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં હાલ દાદાગીરી સાથે લૂંટ કરી હોવાની એક ઘટના સામે આવી રહી છે. અમદાવાદના આ ઘટનામાં હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં મારામારી બાદ લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં નારણપુરા પોલીસે 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં હોર્ન લગાડવા જેવી સામાન્ય બોલાચાલી બાદ મારામારીની ઘટના બની છે. હોર્ન વગાડવા બાબતે થયેલી મારામારી બાદ યુવકને અસામાજિક તત્વો દ્વારા લુંટી લેવાયો છે. અસામાજિક તત્વોએ યુવકને માર મારીને ‘હું અહિંનો દાદા છું, કહીને યુવકની ધમકી આપી દીધી હતી. ત્યારબાદ યુવકની સોનાની ચેન, વિંટી અને રોકડ મળી 2.28 લાખની મતાની લુંટ ચલાવી હતી. આ ઘટના બાદ યુવકે નારણપુરા પોલીસ સ્ટેશને પોતાની ફરિયાદ લઈને પહોંચ્યો હતો.નારણપુરા પોલીસે યુવતની સમગ્ર ઘટના જાણીને 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. બીજી બાજુ પોલીસે પણ યુવકની ફરિયાદના આઘારે આગળની તપાસ હાથ ધરી દીધી છે.