અમદાવાદના એક જ પરિવારના ૬ સભ્યોએ ગળેફાંસો ખાઈ લેતા ચકચાર

એક ફ્લેટમાં એક પરિવાર સાથે જોડાયેલા 6 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. પોલીસના કહેવા મુજબ આ ફ્લેટમાં આત્મહત્યા(suicide) કરનારા આ લોકોમાં ચાર બાળકો પણ હતા. મૃત બાળકો 7 થી 12 વર્ષની વચ્ચે છે. આ ઉપરાંત પોલીસે આ મકાનમાંથી 40 અને 42 વર્ષની વયના બે ભાઈઓની લાશ પણ કબજે કરી છે. અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં આ તમામની લાશ મળી આવી હતી. મૃતકોમાં અમરીશ પટેલ (42) અને ગૌરાંગ પટેલ નામના બે ભાઈઓ અને તેના પરિવારના ચાર બાળકોનો સમાવેશ થાય છે. પરિવારના જણાવ્યા અનુસાર અમરીશ અને ગૌરાંગ અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં રહેતા હતા. 17 જૂને, બંને ભાઇઓ તેમના બાળકો સાથે બહાર નીકળશે એમ કહીને ઘરની બહાર નીકળ્યા હતા.ઘર છોડ્યા પછી, જ્યારે ગુરુવારે રાત સુધી બધા ઘરે પાછા ન આવ્યા ત્યારે તેમની પત્નીઓ આ ફ્લેટમાં પહોંચી હતી. ઘર અંદરથી બંધ હોવાથી તેઓએ પોલીસને આ અંગે જાણ કરી. આ પછી, પોલીસે ઘરનો દરવાજો તોડી નાખ્યો ત્યારે તેના ડ્રોઈંગ રૂમમાં બંને ભાઈઓની લાશ મળી આવી હતી.