અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ તલવાર ચપ્પુ ગુપ્તી જેવા ઘાતક હથિયારોથી કરાય છે હુમલા
અમદાવાદ શહેરના અમુક વિસ્તારમાં તલવાર/ચપ્પુ/ગુપ્તી/બેઝબોલ/છરી/લોખંડની પાઈપ જેવા હથિયારો વડે હુમલાઓ કરતાં ખુન, ખુનની કોશિશ તેમજ મહાવ્યથાના ગુનાઓ બનવા પામેલ છે.તેમજ અવાર-નવાર કોમ્બીંગનું આયોજ્ન કરતાં કોમ્બીંગ દરમ્યાન પણ આવા તીક્ષ્ણ હથિયારો મળી આવતા હોય છે. આમ, અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા ગુન્ફાઓમાં ગેરકાયદેસર હથિયારો દ્રારા અવાર-નવાર હુમલાઓ કરવાના કારણે શરીરસબંધી ગંભીર ગુનાઓ બનતા હોવાનું ધ્યાને આવેલ છે. શહેરના વિકાસને ધ્યાને લેતાં જાહેર સલામતી તેમજ આર્થિક સલામતી અનુંસધાને કોઇપણ આરોપીઓ ગંભીર ગુનાને અંજામ આપતાં અટકે અને ભયમુકત વાતાવરણ બની રહે,લોકોના જાનમાલનું રક્ષણ થાય જાહેર જ્ગ્યામાં ગેર-બંદોબસ્ત અટકે, આરોપીઓને છુટો દોર મળે નહિ, બિભત્સ ભાષા અને વ્યવહાર તેમજ ઉશ્કેરણીજનક ભાષણોથી સુરૂચિ ભંગ થવાના તેમજ ગુનાહિત કૃત્યો થવાની શંકા રહેતી હોય છે.જેથી જાહેર જગ્યામાં ગેર-બંદોબસ્ત અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે સારૂ આવા હથિયારો તથા આવા કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે. વાસ્તે, હું આશીષ ભાટિયા,પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનાં ગૃહ વિભાગના તા.૦૮.૧૧.૮૨ ના નોટીફીકેશન નં.જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગનાં તા.૦૭/૦૧/૧૯૮૯ ના સંકલીત જાહેરનામાં નં. જીજી/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ, અનુસંધાને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭ (૧) અન્વયે મને મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા.૨૦/૦૬/૨૦૨૦ ના કલાક ૦૦.૦૦ થી તા.૦૪/૦૭/૨૦૨૦ ના કલાક ૨૪.૦૦ સુધી નીચે દર્શાવેલ કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવું છું: શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઇપણ જાતનાં ચપ્પુ જે અઢી ઇંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવાં ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી અથવા લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી બીજી કોઇ ચીજો લઇ જવાની. કોઇપણ ક્ષયધર્મી ( શરીરને હાનિકારક ) અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની. પથ્થર અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાંખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની એકઠા કરવાની તથા તૈયાર કરવાની. સળગતી અગર સળગાવેલી મશાલ સરઘસ સાથે રાખવાની.વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની. જે છટાદાર ભાષણ આપવાથી,ચાળા પડવાથી અથવા નકલો કરવા તથા મિત્રો,નોશાનીઑ,જાહેર ખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાથી,દેખાડવાથી અથવા ફેલાવો કરવાથી,સુરૂચિ અથવા પ્રતિષ્ઠાનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પાડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણઆપવાની તથા ચાળા વગેરે કરવાની અને તેવા ચિન્હો,નિશાનીઓ વગેરે તૈયાર કરવાની. સરકારી નોકરી અથવા કામગીરીમાં હોય તેમજ જેને ઉપરી અધિકારીઓઆવા કોઈ પણ હથિયાર સાથે લઈ જવા ફરમાવ્યું હોય અથવા કોઈ પણ હથિયાર લઈ જવાની તેની ફરજ હોય તેમને સરકારી નોકરી કે જેઓને પોતાની ફરજ અંગે પ્રતિબંધિત હથિયાર જેવા કે,સંગીન વગેરે સાથે રાખવા પડતાં હોય તેમને પોલીસ કમિશનર અથવા અધિકૃત કરેલ હોય તેવા કોઈ પણ અધિકારીઓએ જેને શારીરિક અશક્તિના કારણે લાકડી અથવા લાઠી સાથે રાખવાની પરવાનગી આપેલ હોય તેવી વ્યક્તિઓને
.આ હુકમનો ભંગ કરનાર અથવા ઉપલબંધ કરનાર ઈસમ ગુજરાત પોલીસ એકટની કલામ-135 મુજબ શિક્ષને પાત્ર થશે