પત્નીને અન્ય યુવક સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં શાપરના યુવાને ફીનાઈલ પી લીધું

શાપર-વેરાવળના શિતળા માતાજીના મંદિર પાસે રહેતા યુવાને પત્નીના આડા સંબંધથી કંટાળી વાવડી રોડ પર અવાવરુ જગ્યાએ ફીનાઈલ ગટગટાવી લેતાં મિત્રને જાણ કર્યા બાદ અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી આદરી છે.બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, શાપરમાં રહેતા જયેશ અરજણભાઈ મુંધવા (ઉ.27) નામના યુવાને ઘરેથી નીકળી બપોરના સમયે ગોંડલ રોડ ઉપરની ખોડીયાર હોટેલથી વાવડી રોડ પર ફીનાઈલ ગટગટાવી લેતા અત્રેની સિવિલમાં ખસેડાયા છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી આદરી છે.આ ઘટના અંગે જયેશભાઈ મુંધવાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જયેશભાઈ કારખાનામાં મજુરી કામ કરે છે. ચંદ્રીકા સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં એક દોઢ વર્ષનો પુત્ર છે. પોતે બે ભાઈ અને એક બહેનમાં નાનો છે. પત્ની છ માસથી રિસામણે માયાણીનગર મેઇન રોડ પર માવતરનાં ઘરે છે. પત્નીને બે દિવસ પહેલા પૈસા માટે બોલાવી હતી.ત્યારબાદ તેનો મોબાઈલ ચેક કરતા પત્નીના અલ્પેશ બથવાર સાથેના ફોટા, વીડિયો જોવા મળ્યા હતા અને કોલ ડીટેઇલમાં સૌથી વધુ વખત તેની સાથે વાત કરતી હોવાનું માલુમ પડ્યું છે. તેને છુટાછેડા આપવાનું જણાવ્યું છતાં છુટાછેડા આપતી નથી ને ત્રાસ આપે છે અગાઉ શાપર પોલીસ મથકમાં ફરિયાદ થઇ ચૂકી છે છતાં પોલીસ આ ચંદ્રીકા પર કોઇ કાર્યવાહી કરતી નથી. ગઇકાલે કંટાળી વાવડી રોડ પર ફીનાઈલ પી લઇ મિત્રને જાણ કરી હતી. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સ્ટાફે કાર્યવાહી આદરી છે.