પ્રેમલગ્ન કરનાર વડોદરાની યુવતી પર ત્રાસ ગુજારીને કાઢી મૂકતા ફરિયાદ નોંધાઈ

બોરસદ તાલુકાના બોચાસણ ગામના યુવાન સાથે પ્રેમલગ્ન કરનાર વડોદરાની યુવતી પર લગ્નના દશ જ મહિનાની અંદર દહેજ તેમજ ઘરકામ મુદે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીન કાઢી મૂકતા આ અનુસાર આણંદના મહિલા પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.