અષાઢી બીજ કચ્છી નવા વર્ષ પૂર્વે કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી : માંડવીમાં ૫ ઇંચ, ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં ૧ ઇંચ, કચ્છમાં વરસાદી માહોલ છવાયો

 (ભુજ) અષાઢીબીજ કચ્છી નવા વર્ષ પૂર્વે જ કચ્છમાં મેઘરાજાએ આગોતરી સવારી સાથે પોતાની હાજરી પુરાવતા લોકો ખુશખુશાલ છે. ખાસ કરીને મેઘરાજા માંડવી પંથકમાં મનમૂકીને વરસ્યા છે. રાત થી આજ સવાર સુધીમાં ૧૩૫ મીમી સવા પાંચ ઈંચ વરસાદ પડી ગયો છે  તો, સવારથી ભુજ તાલુકાની ભારાપરની ડુંગરાળ પટ્ટીમાં વડઝર, કેરા, રેહા, ટપ્પર વિસ્તરમાં એકાદ ઇંચ વરસાદ પડી ગયો છે.  સૂર્યગ્રહણ વચ્ચે સમગ્ર કચ્છમાં આજે વરસાદી માહોલ છે. અનેક જગ્યાએ ઝરમર ઝરમર વરસાદ ચાલુ હોવાના સમાચાર છે.