જેતપુરમાં વધુ 2 દેશી શરાબની ભઠ્ઠી ઉપર પોલીસના દરોડાઃ 2 ઝડપાયા 1 ફરાર


જેતપુરમાં વધુ બે દેશી શરાબની ભઠ્ઠી ઉપર પોલીસના દરોડાઃ બે પકડાયા 1ફરાર તસ્વીરમાં શરાબની ભઠ્ઠીના સાધનો સાથે પકડાયેલ આરોપી (નીચે બેઠેલ) સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે જેતપુર, જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી એલ.સી.બી.એ શહેરમાં બે દિવસ રેઈડ કરી મસમોટો શરાબનો જથ્થો ઝડપી લીધેલ. ગત રોજ ત્રીજા દિવસે પણ એલ.સી.બી. સ્ટાફે નવાગઢ સ્મશાન પાસે ભાદર નદીના કાંઠે શરાબ અંગેની રેઈડ કરતા સંજય ઉર્ફે સવજી, મોહન સોલંકી (રહે. નવાગઢ ગઢની રાંગ પાસે)ને દેશી શરાબ, શરાબનો આથો તેમજ શરાબ બનાવવાના સાધનો મળી કુલ રૂ. ૫,૬૫૦ના મુદામાલ સાથે પકડી પાડેલ. આ શરાબની ભઠ્ઠી તેનો ભાઈ ખીમજી મોહન સોલંકી સાથે મળી ચલાવતો હોય જે રેઈડ દરમિયાન હાજર ન હોય શહેર પોલીસે બન્ને વિરૂદ્ધ ગુન્હો નોંધી નાસી છૂટેલ ખીમજીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે અન્ય રેઈડમાં ડીવાયએસપી સાગર બાગમારના સ્ટાફે ભાદર નદીના કાંઠે શરાબની ભઠ્ઠી ચાલતી હોય તેવી બાતમીના આધારે શરાબ અંગે રેઈડ કરી શરાબની ભઠ્ઠી ચલાવતો ઉમેશ ભીખા બગડા શરાબ ગાળતો હોય દેશી શરાબ લીટર ૨૫, ગરમ અને ઠંડો આથો ૭૦૦ લીટર તેમજ શરાબ ગાળવાના સાધનો મળી કુલ રૂ. ૪૨૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.