ફેસબુક લાઇવ કરીને ફાંસી પર લટકી ગયો યુવક

મોહાલીઃ  ફેસબુક લાઇવના માધ્યમથી લોકો પોતાની વાત બીજાઓ સુધી પહોંચાડે છે. મોહાલીના નયાગાંવમાં રહેતા પ્રદીપ કુમારે પણ કર્યું હતું. પરંતુ તેણે લાઇવ દરમિયાન જ પોતાના દોસ્તોની સામે ફાંસો ખાઈને જીવ ગુમાવ્યો નયાગાંવના દશમેશ નગરમાં રહેતાં 42 વર્ષીય પ્રદીપ કુમાર શુક્રવાર સવારે લાઇવ થયો. આ દરમિયાન તેણે પોતાના ગળામાં ફંદો લગાવીને રાખ્યો હતો. ત્યારબાદ તેણે લાઇવ આવેલા દોસ્તોને કહ્યું કે હું આત્મહત્યા કરી રહ્યો છું. આ દરમિયાન પ્રદીપના દોસ્તો તેને રોકતા રહ્યા, પરંતુ તેણે લાઇવ દરમિયાન જ જીવ આપી દીધો. પ્રદીપે આત્મહત્યા માટે પોતાની પત્ની, બે સાળીઓ અને તમના પતિને જવાબદાર ઠેરવ્યા છે. પ્રદીપે 1 મિનિટ 4 સેકન્ડનો વીડિયોમાં જણાવ્યું કે તેની પત્ની અને સાળીઓએ તેનું ઘર બરબાદ કરી દીધું છે. તેની પાસે 5 લાખ રૂપિયા હતા, તે પણ તેમણે ચોરી દીધા. પ્રદીપે કહ્યું કે મારા મોત માટે જવાબદાર મારી પત્ની, તેની બે બહેનો અને તેના ઘરવાળા હશે. પ્રદીપે પોતાના દોસ્તોને છેલ્લી ઈચ્છા પણ જાહેર કરતાં કહ્યું કે તેની માતા અને બાળકોને અમૃતસરવાળા ઘરમં પહોંચાડવામાં આવે. આટલું કહ્યા બાદ પ્રદીપે આત્મહત્યા કરી દીધી. ફેસબુક લાઇજ પર પ્રદીપ પોતાના ઘરનો હાલ સંભળાવતો રહ્યો પરંતુ કોઈ પણ તેની મદદ માટે ન પહોંચ્યું. ફેસબુક પર દોસ્ત માત્ર કોમેન્ટ કરતાં રહ્યા, પ્લીઝ આવું ન કરો, આ ખોટું છે, આ યોગ્ય નથી. આ દરમિયાન ન તો કોઈએ પોલીસને ફોન કર્યો અને ન તો ઘરવાળાઓ સાથે વાત કરવાનો પ્રયાસ  2006માં પ્રદીપે કર્યા હતા પ્રેમ લગ્નપ્રદીપે 14 વર્ષ પહેલા સીમાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેના બે બાળકો પણ છે. એકની ઉંમર 12 વર્ષ છે, તો બીજાની ઉંમર 9 વર્ષ છે. સીમા હાલમાં મોટાભાગે પોતાના પિયરમાં રહેતી હતી. ગુરુવારે સીમા પરત આવી અને શુક્રવાર સવારે જ તેનો ઝઘડો થઈ ગયો. ત્યારબાદ સીમા 9 વાગ્યે ઘરેથી રોકડ અને ઘરેણાં લઈને જતી રહી. પત્નીના ગયાના અડધા કલાક બાદ જ પ્રદીપે ફાંસી લગાવી દીધીફ નયાગાંવન SHO અશોક કુમારે જણાવ્યું કે વીડિયો અને પ્રદીપના માતા સત્યા દેવીના નિવેદનના આધારે સીમાની વિરુદ્ધ આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.