કચ્છનો દરિયો કાંઠો કેફી દ્રવ્યો માટે બન્યો નામમીન તો સલામતી એજન્સીઓ પણ સતર્ક

b27d6707-8bef-4f7d-90bc-55cfa3111da9

કચ્છનો દરિયોકાંઠો દાયકાઓ પહેલા સોનાની દાણચોરી માટે કુવિખ્યાત બન્યો હતો. તો આજકાલ કેફી દ્રવ્યો માટે પણ કુવિખ્યાત બની રહ્યો છે. તે વાતે નિર્વિવાદ છે. પશ્ચિમ કચ્છના કાંઠાને હોટસ્પોટ સુરક્ષા તંત્ર નહીજ બનવા દે…અને આજ તો હદ થઈ ગઈ જ્યારે પોલીસ અને સુરક્ષા સંલગ્ન વિવિધ એજન્સીઓએ સંયુક્ત કારવાઈમાં 5.94 કરોડ નો જથ્થો ઝડપી ખરેખર કમાલ કરી દીધી છે. સલામતી એજન્સીઓનું સંકલન કામયાબ રહ્યું છે. અને એજન્સીઓની સતર્કતા એ લાજવાબ કામગીરી કરી બતાવી છે…ગયા વર્ષે તટરક્ષક દળ દ્વારા ઈરાની બોટને કેફી દ્રવ્યો સાથે ઝડપી અને ત્યાર બાદ તો અધધ…પેકેટો ઉપર પેકેટ મળતા જ  રહ્યા..શું આ નશાના કાળા કારોબાર કરતાં તત્વો પર ની ધોંસ ફળદાયી પરિણામો લાવશે…. આગામી સમય દેશની સુરક્ષા-યુવાધનની સલામતી માટે મહત્વના બની રહેશે એ નિર્વિવાદ છે.

HJ. સોની એડિટર