ભચાઉના કારિયાધામ નજીક શરાબની 2 બોટલ સાથે ઈસમ ઝડપાયો

ભુજ : ભચાઉના કારિયાધામ પાસે પોલીસે બાતમીના આધારે રેડ પાડી શરાબની બોટલ સાથે ઈસમની અટક કરી હતી. વાહન અને શરાબ વેચાણના રોકડા રૂા.૪૩ હજાર સાથે ૯૩ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, હરદેવસિંહ ઉર્ફે પપ્પુ ચંદનસિંહ વાઘેલા (રહે. ભચાઉ મુળ પાટણવાળા)ના કબજાની નંબર વગરની સુઝુકી એક્સેસ ગાડીમાંથી શરાબની બે બોટલ મળી આવી હતી. ઉપરાંત શરાબ વેચાણના રોકડા રૂા.૪૩,૮૧૦ મળી આવ્યા હતા. ગાડીની કિંમત ૩૧ હજાર સાથે પોલીસે કુલ ૯ર,૮૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેઈડ દરમિયાન ઈસમ ઝડપાઇ જતા તપાસ હાથ ધરાઈ છે.