લોદ્રાણીમાં યુવાનોને આપેલા ઠપકાનું મન દુઃખ રાખી આધેડને માર મરાયો

ભુજ : રાપર તાલુકાના લોદ્રાણીમાં યુવાનોને આપેલા ઠપકાનું મનદુઃખ રાખી આધેડને માર મરાયો હોવાની વિગતો સામે આવી છે. બાલાસર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રાયમલભાઈ પુંજાભાઈ ઘેડાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે રસ્તામાં કાંટા નાખવા મુદ્દે તેઓએ આરોપીઓને ઠપકો આપ્યો હતો. જે વાતનું મનદુઃખ રાખી આરોપી હરી ઉર્ફે હરીસિંહ ભીમસિંહ ઝાલા (રજપૂત), નાગજી ઉર્ફે નરેન્દ્રસિંહ ભીમસિંહ ઝાલા (રજપૂત) અને રવિરાજસિંહ હરિસિંહ ઝાલા (રજપૂત)એ ભેગા મળી આધેડ રાયમલભાઈને ગાળો આપી લાકડી વડે મારમારી ઈજાઑ પહોંચાડી હતી. જેથી ઇસમો સામે બાલાસર પોલીસ સ્ટેશને એટ્રોસિટીની કલમો તળે ફરિયાદ દાખલ કરાઇ છે.