બાવળાના રોહિકા ગામે પકડાયા સાત શકુનિઓ

અમદાવાદ: બાવળાના બગોદરા પાસે આવેલા રોહિકા ગામમાંથી તીન પત્તીનો જુગાર રમતા પકડાયા. રોહિકા ગામ પ્રાથમિક શાળા નજીક આવેલ ફળીમાં રહેતા ગણપતભાઇ કરમશીભાઈ પરમાર (કો.પ) ના રહેણાંક મકાનમાં બહારથી કેટલાક ઇસમો ભેગા કરી પોતાના અંગત આર્થિક લાભ માટે તીન પત્તીનો હારજીતનો જુગાર રમાડે છે, મળેલ બાતમીના આધારે મેં. મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ધોળકા વિભાગ ના પાસેથી જુગાર ધારા કલમ ૬ મુજબ જુગાર રેડ અંગે વોરંટ મેળવી બગોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.શ્રી એમ.પી. ચૌહાણ સાહેબ તથા બીટ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ કુંવરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ, જયદીપસિંહ ભૂપતસિંહ , સુરેન્દ્રસિંહ જયવીરસિંહ, રામદેવસિંહ ભાવસિંહ અને બ્રિજરાજ સિંહ પ્રભાતસિંહ સાથે રોહિકા ગામે આવેલ ગુજરાતી શાળા નજીક મેટાળીયા ફળીમાં રહેતા જયંતીભાઈ ગાંડા ભાઈ (કો.પ) ના ઘરે જુગાર રમાડતા હતા. તેમને ત્યાં વોરંટ સાથે રેડ પાડતા આરોપી ગણપતભાઈ કરમશીભાઈ પરમાર (કો.પ) રહે. રોહિકા તા.બાવળા જી. અમદાવાદ ના પોતાના રહેણાંકના મકાનમાં બહારથી ઇસમોને ભેગા કરી પોતાના અંગત આર્થિક લાભ માટે ગંજી પત્તા નો તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા હતા. આરોપીઓની અંગ જડતી માંથી તથા દાવ ઉપરથી મળેલ રોકડ રકમ રૂપિયા ૫૪૯૨૦/-તથા મોબાઇલ ફોન ૭ નંગ કી. રૂ ૧૫,૫૦૦ /- તથા બે બાઇક કી. રૂ.૩૫,૦૦૦/- મળીને કુલ રૂપિયા ૧,૦૫,૪૨૦/-ના મુદ્દામાલ સાથે પકડાયેલ છે.

આરોપીઓ ના નામ:

૧) ગણપતભાઇ કમશીભાઇ પરમાર (કો.પ) ઉ. વ.૪૮

૨) દિલીપભાઈ નટવરભાઈ સોલંકી ઉ.વ.૩૮

૩) અભેસંગ ભાઈ ખોડાભાઈ પગી ઉ.વ.૪૫

૪) રમેશભાઈ વાલજીભાઈ સોલંકી ઉ.વ.૩૬

૫) રણજીતભાઈ ભીમાભાઇ સોલંકી ઉ.વ.૩૬

૬) હિંમતભાઈ માધુભાઈ ડાભી ઉ.વ.૪૦

૭) ધુડાભાઈ અરજણભાઈ ડાભી ઉ. વ.૩૮

આ તમામ આરોપીઓ ગામ. રોહિકા તા.બાવળા જિ. અમદાવાદ ના રહેવાસી છે. તેઓની વિરુદ્ધ બગોદરા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(રિપોર્ટર: મેટાળીયા મહિપત)