ભુજમાં લાખેણા વાહનો સાથે 2 નશાની હાલતમાં ઝડપાયા

ભુજ : તાલુકાના માધાપર અને માનકૂવામાં લાખેણા વાહનો સાથે બે પીધેલા આરોપી પકડાયા હતા. માનકૂવા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુખપરથી કલ્યાણ પર જતા રોડ પર બોલેરો પીકઅપ જીજે૧ર-બીટી-૧ર૮૬નો ચાલક રફીક ઓસ્માણ (ઉ.વ. ર૦) (રહે. કોડકી રોડ વાળો) ઝડપાઇ ગયો હતો ઈસમ નશાયુક્ત હાલતમાં કેફીપીણુ પીધેલી હાલતમાં હંકારતો હતો. બી-ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે, માધાપર નળ સર્કલથી માધાપર ચોકી તરફ જતા રસ્તા પર પીધેલો કાર ચાલક ઝડપી પડાયો હતો. માધાપર એકતાનગરની પાછળ રહેતા સુરેશ હીરાલાલ મારવાડા (ઉ.વ. ર૬) પોતાના કબજાની રેનોટ ડસ્ટર ગાડી નં. જીજે૧ર-બીઆર-પ૩૮ર કિં.રૂા.૪ લાખ સાથે પીધેલી હાલતમાં મળી આવતા ફરિયાદ નોંધાઈ છે.