ભુજમાં પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાઈ

ભુજ : સંજોગનગરમાં પરિણીતાને માર મારી શારીરિક માનસિક ત્રાસ અપાતા તેમજ દહેજની માંગ કરતા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મજીના મોહમદ તોસીફ કાસમ પઠાણ (ઉ.વ. ર૪)એ તેના પતિ તોસીફ કાસમ પઠાણ અને રૂબાબબેન કાસમ પઠાણ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓ ફરિયાદીને દહેજ ઓછું લાવવા મુદ્દે અવાર-નવાર માર મારી શારીરિક માનસિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકાઈ હતી. બનાવ સંદર્ભે અંતે ફરિયાદીએ ભુજ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાવતા પીએસઆઈ એમ.એચ. ગોસ્વામીએ આગળની તપાસ હાથ ધરી છે.