લગ્નનો વાયદો કરનાર વ્યક્તિએ કર્યો વિશ્વાસઘાત, 23 વર્ષીય યુવતીનો આપઘાત

images-3-2

લગ્નનો વાયદો આપીને ઇસમે યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો એટલે 23 વર્ષીય યુવતીએ ઉશ્કેરાઈને આપઘાતનું પગલું ભર્યું હતું. કાંદિવલીમાં રહેતી 23 વર્ષીય યુવતીનો આપઘાત માટે જવાબદાર વ્યક્તિની મુંબઈ પોલીસે સોમવારે અટક કરી છે. પોલીસે આપેલી વિગતો અનુસાર, કાંદિવલીમાં રહેતી 23 વર્ષીય યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસને શનિવારે સવારે તેનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહની બાજુમાંથી સુસાઈડ નોટ પણ મળી હતી. આ સુસાઈડ નોટમાં હ્રિતિક મિશ્રા નામના વ્યક્તિનું નામ લખેલું હતું. સુસાઈડ નોટમાં લખેલુ હતું કે, આત્મહત્યાનું પગલુ ભરવા પાછળ હ્રિતિક મિશ્રા જવાબદાર છે. મિશ્રાએ યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને પછી બીજા સાથે પરણી ગયો હતો. યુવતીના પિતાએ કરેલી ફરિયાદને આધારે મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કૉડ (આઈપીસી) ની ધારા 306 અનુસાર આપઘાત કરવા માટે યુવતીને પ્રેરિત કરી હોવાથી ગુનો નોંધવામાં આવ્યો છે, તેમ પોલીસે જણાવ્યું હતું.