થરાદ નજીકથી રૂ 2.46 લાખનો વિદેશી શરાબ ભરેલી જીપ સાથે 2 ઇસમો પકડાયા

બનાસકાંઠા એલસીબીએ થરાદ નજીકથી રૂ.૨.૪૬ લાખનો દારૂ ભરેલી જીપ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.એલસીબીના વદુજી તથા ઓખાભાઇ સહિતની ટીમને મળેલી બાતમીના આધારે થરાદના લોઢનોર પાસે નાકાબંધી કરી એક સ્કોર્પીઓ જીપ આવતાં તેને ઉભી રખાવી તલાશી લેતાં તેમાંથી 25 પેટીમાં રહેલ તથા છુટી મળીને કુલ 2428 બોટલ કિ.રૂ.2,46,160નો શરાબ તથા જીપ, મોબાઇલ નંગ-2, મળી કુલ રૂ.4,51,660નો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. ચાલક હડમતસિંહ ઉર્ફે રેવદરસિંહ મફતસિહ વાઘેલા રહે.દરબારવાસ તથા પિન્ટુસિંહ ઉર્ફે વીરજી જબરસિંહ વાઘેલા રહે. હિંગળાજ માતાજીના મંદીર પાછળ લાખણીને ઝડપી લીધા હતા. આ શરાબ મેરસીહ પુરોહીતે હાડેતર (રાજસ્થાન) થી શરાબ ભરાવેલ તથા નારણાભાઈ હરાભાઈ રાજપુત .રહે વાસણા તા.લાખણીએ દારૂ મંગાવેલ હોવાનું જણાવતાં પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો છે. પીકઅપ ડાલામાં ચોરખાનામાંથી 780 બોટલ મળી થરાદ : થરાદ ચાર રસ્તા પર પીઆઇ જે.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો વાહન ચેકીંગ કરતા હતા. દરમિયાન એક શંકાસ્પદ બોલેરો પીકઅપ જીપડાલું અટકાવી તપાસ કરતાં તેમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી શરાબની ૭૮૦ બોટલો કિ.રૂા.૧,૨૦,૦૦૦ મળી આવી હતી. પોલીસે પીકઅપ ડાલુ, મોબાઇલ નંગ-૨, રોકડ રકમ, રૂ.૧૨૦૦ અને દારૂનો જથ્થો મળીને કુલ રૂ.૫,૩૬,૭૦૦નો કુલ મુદામાલ કબજે લીધો હતો. તથા જીપમાં દારૂની હેરાફેરી કરતા તારાભાઇ ઉર્ફ રમેશજી પ્રતાપભાઇ પરમાર (ઠાકોર) રહે.સણાવ તા.દિયોદરને પકડી લીધો હતો. જોકે આ શરાબનો જથ્થો પરષોતમભાઈ વાસુદેવ પુરોહીત રહે.ભડવેલ, તા.સાંચોર, જી.જાલોર (રાજ.)એ ભરાવેલ હોઇ બંન્ને સામે ફરિયાદ દાખલ કરાઇ છે.