આદિપુરની યુવતિને સાસરિયાઓએ દહેજ બાબતે આપ્યો ત્રાસ


ગાંધીધામ : આદિપુરની યુવતિને તેના રાજસ્થાની સાસરિયાઓએ દહેજ બાબતે શારીરિક માનસિક ત્રસા આપતા આદિપુર મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. યુવાન પરિણીતાએ તેના પતિ, સાસુ- સસરા અને ૩ નણંદો સામે ફરિયાદ નોંધાવી હતી. આદિપુર મહિલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ મનીષા ઉર્ફે સુનિતા ભાનુપ્રતાપ કિશનજી નાયક (ભાટી)એ તેના પતિ અને સાસરિયાઓ સામે ગુનો નોંધાવ્યો હતો. ર૩ વર્ષિય પરિણીતાએ તેના સાસરિયાઓ દ્વારા દહેજ બાબતે શારીરિક માનસિક ત્રાસ અપાયો હતો. જે શબબ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંદા તાલુકાના મુખ્ય મથક ગોગુંદામાં જ રહેતા પરિણીતાના પતિ ભાનુપ્રતાપ કિશન નાયક, કિશનજી નાથુજી નાયક, સાસુ ચંદ્રકલા નાયક અને નણંદો અનુબેન કિશનજી નાયક, હંસાબેન કિશનજી નાયક, સુમનબેન કિશનજી નાયક દ્વારા ત્રાસ અપાતો હતો. આરોપીઓ દ્વારા અવાર નવાર ત્રાસ આપી તું દહેજમાં કાંઈ લાવી નથી. તારા બાપુજી પાસેથી સ્કોર્પિયો ગાડી લઈ આવ તથા રૂપિયાની માંગણી કરાઈ હતી. દરમિયાન ગત ૩૦-પના ફરિયાદીના પતિએ દારૂના નશામાં તેની બહેનોની ચઢામણીથી ઢોર મારમારી ઈજાઓ પહોંચાડી હતી. તેથી અંતે પરિણીતાએ આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જેને પગલે પીએસઆઈ એન.આઈ. બારોટે આગળની તપાસ હાથ ધરી છે.