અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ

રાજ્યભરના અનેક શહેરોમાં છૂટા છવાયા વરસાદ બાદ આજે બપોરથી અમદાવાદ શહેરમાં ભારે વરસાદ શરુ થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત ગરમી અને બફારા બાદ આજે મેઘમહેર શરુ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. કોરોનાના ટેન્શન અને ગરમી વચ્ચે વરસાદ થતા અમદાવાદીઓ આનંદમાં આવી ગયા હતા. અનેક લોકોએ વરસાદના વીડિયો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા છે. અમદાવાદના નરોડા, ઘોડાસર, ઈસનુપર, પાલડી, શાહીબાગ, નારણપુરા, ધરણીધર, નહેરૂનગર, ખોખરા, હાટકેશ્વર, વટવા, નિકોલ, વસ્ત્રાલ, એસજી હાઈવે સહિતનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.