સામખિયાળી પોલીસ સ્ટેશનમાં જ પીધેલો ઈસમ પકડાયો


ગાંધીધામ: સામખિયાળી પોલીસ સ્ટેશનમાં પીધેલી હાલતમાં બીજી વ્યક્તિના જામીન માટે જતા એક ઈસમની પોલીસે અટક કરી હતી. સામખિયાળીમાં રહેનારા ગોપાલ વાલજી બાળા નામનો યુવક કારણ વગર, માસ્ક પહેર્યા વગર જાહેરમાં જણાતાં પોલીસે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ’ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. આ યુવકને છોડાવવા તેના જામીન માટે જયંતી હીરા બાળા (આહીર) નામનો ઈસમ સામખિયાળી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં હોવાથી પોલીસે તેને ઝડપી પાડયો હતો. તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.’