વેરાવળમાં ઝાડ પર ચડેલા યુવાનને કરંટ લાગતા મોત

ગીર સોમનાથમાં આવેલા વેરાવળમાં યુવકને કરંટ લાગતા મોત થયું છે.બકરા માટે ઝાડ પર પાન લેવા યુવાન ચડ્યો હતો તે સમયે યુવાનને કરંટ લાગતા મોત નીપજયું હતું. આ યુવાન 2 કલાક સુધી ઝાડ પર લટકતો રહ્યો હતો. મળતી વિગતો મુજબ એક યુવાન બકરા માટે પાન તોડવા માટે ઝાડ પર ચડ્યો હતો. 60 ફૂટ રોડ પર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાસે ઘટના બની હતી. 66 કે.વી ઇલે. લાઇનના વીજ વાયરનો કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થયું હતું. બે કલાકથી યુવાન ઝાડ પર લટકતો રહ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.