ભુજમાં નોંધાયેલા બળાત્કારના કેસનો શખ્સ પકડી પડાયો

ભુજ: આ શહેરના એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનાના શખ્સ  અંજારના આશીફ અબ્દુલ્લા લોઢીયાની પોલીસે અટક કરી હતી. સતાવાર સાધનોએ આપેલી વિગતો અનુસાર એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના સભ્યો પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને મળેલી બાતમીના આધારે અંજાર શહેરમાં ગાયત્રી ચાર રસ્તા ખાતે ચામુન્ડા માતાના મંદિર પાસે રહેતા 27 વર્ષના આશીફ અબ્દુલ્લા લોઢીયાને પકડી પાડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામની યુવતિને લગ્નની લાલચ આપીને શખ્સે તેના ઉપર બળાત્કાર કર્યાની ફરિયાદ  દાખલ કરાઇ હતી. બાદમાં આ ભોગ બનનારી યુવતિને કોરોના પોઝીટીવ નીકળ્યો હતો. પોલીસે અટક પહેલા આ તહોમતદારના પરિક્ષણની તપાસ પણ હાથ ધરી હતી.