સિંધોડીના દરિયા કિનારેથી મળી આવ્યા વધુ 5 ચરસના પેકેટ

નલિયા : સરહદી કચ્છના દરિયાકાંઠેથી ચરસનો જથ્થો મળવાનો સીલસીલો યથાવત છે, તેવામાં ગઈકાલે ૩૪ પેકેટ મળ્યા પછી આજે વધુ પ પેકેટ અબડાસાના સિંધોડીમાં આવેલા દરિયાકાંઠેથી મળ્યા છે.મળતી માહિતી અનુસાર કચ્છના દરિયાઈ વિસ્તાર તેમજ ક્રીક વિસ્તારમાંથી છેલ્લા એકાદ માસથી ચરસનો બિનવારસુ જથ્થો મળ્યો છે. આ જથ્થો પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે સિંધોડીના દરિયા કાંઠેથી ચરસના પાંચ પેકેટ મળી આવ્યા હતા. આ અંગે જખૌ મરીન પીઆઈ વી.કે. ખાંટને પુછતા તેમણે જણાવ્યું હતું કે, મરીન ટાસ્કફોર્સની ટીમને સર્ચીંગ દરમિયાન વધુ પાંચ પેકેટ મળી આવ્યા છે. જે જથ્થો જખૌ મરીન પોલીસે હસ્તગત કર્યો છે. તો વિવિધ એજન્સીઓ દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન જારી હોવાનું તેમણે ઉમેર્યું હતું