બિહારમાં ધૂળ અને ડમરી સાથે તોફાન, વિજળી પડવાના અનેક ઘટનામાં 22 લોકોના થયા મોત

બિહારમાં છેલ્લા 24 કલાકમાં વિજળી અને તોફાન તથા ભારે વરસાદના લીધે 22 લોકોના મોત નિપજ્યાં છે. આ જાણકારી રાજ્ય સરકારના વિભાગ દ્વારા આપવામાં આવી છે. જે અંતર્ગત ગોપાલગંજમાં 13, મધુબની, પૂર્વી ચંપારણ, બેતિયા અને પશ્ચિમી ચંપારણમાં બે-બે લોકોના મોત નિપજ્યાં  છે. જ્યારે પૂર્ણિયા અને બાંકામાં એક એક લોકોના મોત થાય  છે. આ ઉપરાંત ડઝનબંધ લોકો બેઘર થયાના પણ સમાચાર આવ્યા છે. ગોપાલગંજમાં સવારથી વરસાદ અને વીજળીના લીધે 13 લોકોના મોત નિપજ્યાં છે. વિજળી પડવાથી ઉચકાગામમાં ચાર, માંઝામાં બે અને વિજયીપુર, કેટયા અને બરૌલીમાં એક એક વ્યક્તિનું મોત થયું છે. જીવ ગુમાવનારા આ લોકો મોટા ભાગના ખેતરમાં કામ કરી રહ્યા હતા. જુદા-જુદા વિસ્તારોમાં વિજળી પડવાના બનાવોમાં 22 લોકોના મોત બરૌલી અને માંઝામાં આકાશીય વિજળી પડવાથી ચાર લોકો ઘાયલ થતાં તેમને સદર હોસ્પિટલમાં ભરતી કરાયા છે. પોલીસે મૃતક તમામના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તો વળી બીજી બાજૂ ઉત્તરી બિહારમાં આકાશીય વિજળી પડવાથી ચાર લોકોના મોત થયા છે. પૂર્વી ચંપારણમાં વિજળી પડવાથી નવજાત બાળકીનું મોત થઈ ગયું છે.