રાજ્યના તમામ ઝોનના જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, મધ્ય ગુજરાતના શહેરામાં સૌથી વધુ 1.8 ઈંચ વરસાદ વરસ્યો

ગાંધીનગર:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 જિલ્લાના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના એકેય જિલ્લામાં વરસાદ નોંધાયો નથી. રાજ્યનો સૌથી વધુ વરસાદ પંચમહાલના શહેરામાં 45 મિમિ નોંધાયો હતો. એ સિવાય મહીસાગરના સંતરામપુરમાં 38 મિમિ અને હાલોલમાં 30 મિમિ નોંધાયો હતો. ઉપરાંત નર્મદાના સાગબારામાં 24 મિમિ વરસાદ થયો હતો.