રાજયમાં આજ થી વરસાદ: 29મીથી અતિભારે વરસાદ પડવાની સંભાવના

હાલમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અતિભારે વરસાદ છે. એમ છતાં હજુ ઉત્તર,મધ્ય ગુજરાતના ભાગોમાં સારા વરસાદના વાવડ નથી આગામી તા.23,24,25માં ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. તા.26-29માં ઘણા ભાગોમાં વધુ વરસાદની સંભાવના પણ રહે. તા.23 જૂને ગતિ બીજ વાદળોમાં ગરકાવ લેતી ઊગે તો સારું, ગાજવીજ અને વરસાદ હોય તો સારું અષાઢ સુદપાંચમે સાંજની વીજળી સારી.લાલ ભડાકા જેવી સારી નહિ.અષાઢ સુદ છઢ્ઢે વરસાદ થાય તો અતિભારે વરસાદ થવાની સંભાવના રહે. તા.26 સુધીમાં આરાસુરના ભાગો,અરવલીના ભાગો, ઉત્તર ગુજરાતનાં ભાગોમાં,તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં, મધ્ય ગુજરાતનાં ભાગોમાં અમદાવાદ-ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના. આ અરસામાં પણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ શકે દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં પણ વરસાદની સંભાવના રહેશે. જુલાઇ તા.2-3માં મુંબઈ મહારાષ્ટ્ર અને દ.ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહે. તા.7 સુધીમાં પણ ઘણા ભાગોમાં વરસાદની સંભાવના