ગાંધીધામની સગીરા પર દુષ્કર્મ આચરનારો શખ્સ પકડાયો

ભુજ : ગાંધીધામની સગીરા પર ભુજમાં દુષ્કર્મ આચરનારા અંજારના શખ્સની શહેર એ-ડિવિઝન પોલીસે અટક કરી હતી. ગાંધીધામની સગીરાને અંજારના આસિફ અબ્દુલ્લા લોઢિયા નામના યુવાને ફેસબુકમાં ખોટી આઈડી બનાવી ઓળખ છુપાવી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્ન કરવાના ઈરાદે ભુજમાં ભાડાના મકાનમાં દુષ્કર્મ ગુજારી આરોપી નાસી ગયો હતો જે અંગે ભુજ એ-ડિવિઝનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે શખ્સની અટક કરી હતી. નોંધનીય છે કે, દુષ્કર્મ પીડીત સગીરાની મેડિકલ તપાસણી દરમિયાન તેને કોરોના પોઝિટિવ સામે આવ્યો હતો.