ગાંધીધામમાં જુની અદાવતે ૨ પરિવારો વચ્ચે મારામારી

ભુજ : ગાંધીધામમાં જુની અદાવતે એ પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે શહેરના ગણેશનગરમાં ઘટના બની હતી. મહેશભાઈ વાલજીભાઈ મહેશ્વરીએ હરેશભાઈ મગાભાઈ ચંદે, નિલેશ ચંદે, મોહન ચંદે અને મગાભાઈ ચંદે સામે ફરિયાદ નોંધાવી છે. અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ઇસમોએ ગાળા ગાળી કરી ફરિયાદી અને તેના માતા-પિતા- બેનને લાકડી વડે મારમારી ઈજા પહોંચાડતા ફરિયાદ દાખલ કરાઇ છે.