પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવા સરકારશ્રીને અપીલ કરાઇ

આજરોજ ઘણા દિવસથી વધતા પેટ્રોલ-ડીઝલના  ભાવ ના વિરોધમાં ધંધુકા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ રાણપુર શહેર કોંગ્રેસ તથા ગ્રામ્ય દ્વારા  પેટ્રોલ પમ્પ ઉપર જઈને પેટ્રોલ અને ડીઝલ પુરાવતી આમ જનતાને ગુલાબનું ફૂલ આપીને પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારા નો વિરોધ કર્યો હતો સરકારશ્રી ને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવા અપીલ કરી હતી અને આવતા દિવસોમાં ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ જણાવ્યું હતું

(રિપોર્ટર મહિપતભાઈ મેટાલિયા)