પત્નીના ચારિત્ર્ય મુદ્દે શંકા રાખીને પતિએ મારકૂટ કરી હોવાનો બનાવ આવ્યો સામે

ગાંધીધામ : પત્નીના ચારિત્ર્ય મુદ્દે શંકા રાખી પતિએ મારકૂટ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે જે સંદર્ભે પતિ વિરૂદ્ધ આદિપુર મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઈ છે. અંજાર તાલુકાના ભીમાસર (સહારા) ગામે ઘટના બની હતી. હાલે ભચાઉમાં રહેતી લીલાબેન નામની પરિણીતાએ પતિ રમેશભાઈ ગોવાભાઈ બારોટ (રહે. સહારા) ભીમાસર તા.અંજાર) સામે ફરિયાદ લખાવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે, પતિ દ્વારા ખોટો શક-વહેમ રાખી નાની-નાની બાબતોમાં મેણાટોણા મારી શારીરિક-માનસીક ત્રાસ ગુજારતો હતો. ઉપરાંત ચારિત્ર્ય બાબતે શંકા રાખી મારકૂટ પણ કરી હતી જેથી મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ દાલખ થતા એએસઆઈ શિવજીભાઈ મંગેરિયાએ કાર્યવાહી હાથ ધરી છે