સુરતમાં સમાન્ય બોલાચાલીમાં બે ઇસમોએ બે યુવકો પર છરી વડે કર્યો હુમલો
 
                
સુરત : સૈદપુરા વિસ્તારમાં સામન્ય વિવાદમાં બે ઇસમોએ બે યુવકો પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનું ગુપ્તાંગ કપાય ગયું હતું. અને જાંઘ અને પેટ પર ઊંડા ઘા મારવામાં આવ્યા હતા. તેને કુલ 18 ટાંકા આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર રાહુલ મારૂ અને કાલુ મચ્છવારા નામના લોકોએ નાગૌરીવાડના રહેવાસી ગિરીશ રાઠોડ અને તેના મિત્ર આકાશ પર હુમલો કર્યો હતો. આકાશ અને ગિરીશ બંને મોડી રાત્રે સૈદપુરા નવીચાલમાં બેઠા હતા. તે દરમિયાન રાહુલ અને કાળુ બંને આવી ગયા. ગિરીશે રાહુલને પૂછ્યું કે તે અહીં કેમ ફરે છે. આના પર બંનેએ કહ્યું કે તમે કોને પૂછો છો. ત્યાં વિવાદ થયો હતો અને તેણે તેના પર છરી વડે હુમલો કર્યો હતો. ગિરીશના પેટ, જાંઘ અને ગુપ્તાંગ પર હુમલો કરી ભાગી ગયા હતા. આકાશ બચાવવા માટે વચ્ચે પડ્યો હતો અને તેને પણ સામાન્ય ઘાવ થયા છે.
 
                                         
                                        