બોટાદના બુટલેગર-હીસ્ટ્રીશીટર એલ.ડી.મકવાણાને તડીપાર કરતી બોટાદ પોલીસ ટીમ

             નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ ભાવનગર વિભાગ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ ગુન્હાની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહિ કરવા માટે આપેલ સુચના અન્વયે બોટાદ શહેરના ટાઢાની વાડીમાં રહેતા લાલજીભાઇ દાનજીભાઇ મકવાણા નાઓ સતત ગુન્હાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ રહી બોટાદમાં અલગ-અલગ જૂથ અને જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ઉભુ કરી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી ખોરવતા હોય તેવા ભયજનક વ્યક્તિ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ ના માર્ગદર્શનમાં બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.બી.કરમટીયા નાઓએ જાહેરહિત સારૂ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે માટે તડીપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટશ્રી બોટાદની કચેરી તરફ મોકલી આપતા સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટશ્રી એમ.આર.વસાવા સાહેબ નાઓએ બે વર્ષની મુદત માટે બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, અમદાવાદ જીલ્લાની સમગ્ર હદમાં નહી પ્રવેશવા હુકમ કરતા શ્રી આર.બી.કરમટીયા નાઓની ટીમ તથા શ્રી એ.બી.દેવધા નાઓની ટીમ દ્રારા એલ.ડી.મકવાણા નાઓને વોરન્ટની બજવણી કરી આજ રોજ હદપાર કરવામાં આવેલ છે.

ગુન્હાહિત ઇતિહાસ:- (૧) બોટાદ પો.સ્ટે ફ.૧૦૯/૧૯૯૭ ઇ.પી.કો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ (૨),  (૨) બોટાદ પો.સ્ટે ફ.૧૯૨/૧૯૯૭ ઇ.પી.કો ક.૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૪,૩૨૩  (૩) બોટાદ પો.સ્ટે ફ.૧૬/૧૯૯૯ ઇ.પી.કો ક.૩૯૪,૩૨૩,૫૦૪,૧૧૪   (૪) બોટાદ પો.સ્ટે ફ. ૧૮/૧૯૯૯ ઇ.પી.કો ક.૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૩૩૨,૩૩૩,૧૮૬,૩૯૫,૩૯૭,૩૯૮૨૨૫ (બી)   (૫) બોટાદ પો.સ્ટે સે. ૧૦૦/૨૦૦૪ ઇ.પી.કો કલમ ૪૯૮ (ક)  (૬) બોટાદ પો.સ્ટે સે.૧૧૫/૨૦૧૦ ઇ.પી.કો ક.૫૦૭ (૭) બોટાદ પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં. ૨૧૧/૨૦૧૯ પ્રોહિ કલમ ૬૫-ઇ,૧૧૬  (૮) બોટાદ પો.સ્ટે સે.૪૨૯/૨૦૧૯ ઇ.પી.કો. ૫૦૪,૫૦૬ (૨),૫૦૭  (૯) બોટાદ પો.સ્ટે ગુ.ર.નં.૦૦૧૩/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૧૮૬,૧૮૯  (૧૦) બોટાદ પો.સ્ટે ગુ.ર.નં. ૦૧૨૮/૨૦૨૦  ઇ.પી.કો ૧૮૬,૨૯૪ (ખ્)   (૧૧) બોટાદ પો.સ્ટે ગુ.ર.નં.૦૧૭૧/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૨૩,૫૪,૫૦૬ (૨),૫૦૭  (૧૨) બોટાદ પો.સ્ટે ગુ.ર.નં ૦૩૩૦/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૫૪-બી,૩૮૬,૫૦૪,૫૦૬ (૨)  (૧૩) બોટાદ પો.સ્ટે ગુ.ર.નં ૧૬૭૯/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૧૮૮, ડીઝાસ્ટર મેનેજમેંટ એક્ટ ૫૧,૫૪  (૧૪) બોટાદ પો.સ્ટે ગુ.ર.નં ૧૮૮૮/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૨૩,૫૪,૫૦૬ (૨),  (૧૫) પાસા ૧૯૯૯ પોરબંદર જેલ  (૧૬) પાસા ૨૦૨૦ પાલારા ( ખાસ જેલ ) ભુજ તેમજ આરોપીના દિકરા નરેન્દ્ર ઉર્ફે નરૂ લાલજીભાઇ મકવાણા વિરૂધ્ધમાં પ્રોહિ-જુગાર મારામારી મળી કુલ – ૧૫ જેટલા ગુન્હાઓ તથા તેના બીજા દિકરા આદિત્ય લાલજીભાઇ મકવાણા વિરૂધ્ધમાં પણ ૧ ગુન્હો નોંધાયેલ છે.

કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓ:-

(૧)  HC રમેશભાઇ વાઢેર બોટાદ પો.સ્ટે

(૨)  HC સંજયભાઇ અલગોતર બોટાદ પો.સ્ટે

(3) HC રાજૂભાઈ જાદવ બોટાદ પો.સ્ટે

(૪)  HC ક્રિપાલસિંહ ઝાલા LCB બોટાદ

(૫) PC અજયસિંહ ગોહિલ બોટાદ પો.સ્ટે

આમ ઉપરોક્ત તમારી કર્મચારીઓએ આ કામગીરીમાં જોડૈઅને પ્રશંસનિય કામગીરી કરેલ છે. બોટાદની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવા લે- ભાગુ તત્વોથી કોઇએ ડરવુ નહિ. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જાળવવા માટે સાથ સહકાર આપવો. કાયદો હાથમાં લેનાર કોઇ પણને છોડવામા નહિ આવે. તેઓ વિરૂધ્ધ હજુ સખ્તાઇથી પગલાઓ લેવામાં આવશે.

( રિપોર્ટ. ઉમેશ ગોરાહવા બોટાદ)