ભાવનગર જિલ્લામા ૫ નવા પોઝીટીવ કેસો નોંધાયા જ્યારે ૧ દર્દી બન્યા કોરોનામુક્ત

ભાવનગર: ભાવનગર જિલ્લામા આજરોજ ૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૧૯ થવા પામી છે. આજરોજ ભાવનગરના રૂવાપરી રોડ ખાતે રહેતા ૫૫ વર્ષીય ભાનુબેન ધનસુખભાઈ મકવાણા, નિર્મળનગર ખાતે રહેતા ૨૪ વર્ષીય કેવલ સંજયભાઈ બક્ષી, શાસ્ત્રીનગર ખાતે રહેતા ૪૯ વર્ષીય અંજુબેન સુનીલભાઈ મંગલાણી અને ઉમરાળાના ટીંબી ખાતે રહેતા ૪૫ વર્ષીય હંસાબેન સુરેશભાઈ ભીકડીયા તથા તેમના ૪૮ વર્ષીય પતિ સુરેશભાઈ મધુભાઈ ભીકડીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ૧ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૧૬ જુનના રોજ તળાજાના જાલવદર ગામ ખાતે રહેતા ૩૨ વર્ષીય ગુણવંતભાઈ ભવાનભાઈ બલદાણીયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.  ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા ૨૧૯ કેસ પૈકી હાલ ૫૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૫૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. સરકારશ્રીની નવી માર્ગદર્શીકા પ્રમાણે જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જ્યારે ૨ દર્દીઓનુ કોરોનાની સાથે અન્ય બિમારીઓ હોવાના કારણે અવસાન થયેલ છે.

( એજાદ સેખ રીપોર્ટર )